વડોદરાના સંખેડા ચોરા પાસે કમાનગેટથી નવાપુરા માર્ગ પર કચરાના ઢગલા
વડોદરાના સંખેડા ચોરા પાસે કમાનગેટથી નવાપુરા માર્ગ પર કચરાના ઢગલા
Published on: 13th October, 2026

સંખેડા નગરના મુખ્ય બજાર માર્ગ પર ટ્રાફિક ઘટાડવા માટે બનાવેલ બાયપાસ રોડ પર કચરાના ઢગલા થતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. નવાપુરા લિઝ સુધીના આ માર્ગનો વાહનચાલકો અને રાહદારીઓ દ્વારા સતત ઉપયોગ થાય છે. સ્થાનિકો દ્વારા માર્ગની બાજુમાં કચરો અને બિનજરૂરી વસ્તુઓ ફેંકવામાં આવતા વાહનચાલકોને જોખમ ઊભું થયું છે. સંખેડા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહીની અપેક્ષા છે.