વડોદરા ફાયરબ્રિગેડના સબ ઓફિસરની ધરપકડ
વડોદરા ફાયરબ્રિગેડના સબ ઓફિસરની ધરપકડ
Published on: 23rd September, 2026

વડોદરામાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીનો ન્યૂડ વીડિયો ઉતારવાના ગંભીર આરોપસર ફાયરબ્રિગેડના સબ ઓફિસર ઉત્પલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. સોશ્યલ મીડિયા પર થયેલી મિત્રતા બાદ યુવતીને વડોદરા બોલાવી મકાનમાં સાથે રહ્યા હતા. આ સમય દરમિયાન, યુવતીની જાણ બહાર તેનો ન્યૂડ વીડિયો ઉતારી લેવાયો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી મોબાઇલ કબજે લીધો છે અને વીડિયો વાયરલ થયો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.