અમદાવાદથી રાજકોટ મેફેડ્રોન ડ્રગ્સ લાવતા બે યુવકો SOG દ્વારા ઝડપાયા
અમદાવાદથી રાજકોટ મેફેડ્રોન ડ્રગ્સ લાવતા બે યુવકો SOG દ્વારા ઝડપાયા
Published on: 14th October, 2026

રાજકોટ પોલીસે બેડી ચોકડી પાસેથી ૧૮.૭૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મૌલિક જેઠવા અને ગૌરાંગ પરડવા નામના બે યુવકોને ઝડપી પાડ્યા છે. અમદાવાદથી ડ્રગ્સ લઇ રાજકોટ આવી રહેલા આ બંને આરોપીઓ પાસેથી કાર, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ. ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. નોંધનીય છે કે, મૌલિક જેઠવા ગત એપ્રિલમાં પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો અને દોઢ માસ પહેલા જ જામીન પર છૂટ્યો હતો.