LCBની કાર્યવાહી: મોડાસા પાસે ક્રિકેટ સટ્ટો રમતાં બે ઝડપાયા.
મોડાસા નજીક ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોને LCBએ 21 હજાર રોકડ સાથે ઝડપી પાડ્યા. 3 મોબાઈલ અને ગાડી સહિત કુલ રૂ.5.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો. બાતમી મળતા LCBએ IPL 2026ની પંજાબ વર્સીસ LSGની મેચ પર સટ્ટો રમાડતા બે આરોપીઓની અટકાયત કરી, જેમાં મુસ્તુફા ઉર્ફે બલ્લી અને અરબાજનો સમાવેશ થાય છે.
LCBની કાર્યવાહી: મોડાસા પાસે ક્રિકેટ સટ્ટો રમતાં બે ઝડપાયા.
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
ભરૂચની મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગમાં બે કામદારોના મોત તથા ૧૬ લોકો દાઝ્યાની દુર્ઘટના બાદ ભારે હોબાળો મચ્યો હતો. દેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે કંપનીની મુલાકાતે પહોંચ્યા ત્યારે મૃતક રાકેશ વસાવાના પરિવારજનોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય અને મૃતકના સંબંધી રોશન વસાવા વચ્ચે પોલીસની હાજરીમાં જ બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. વિવાદ વકરતા ધારાસભ્યએ યુવકને લાફો ઝીંક્યો હતો, જેની સામે યુવકે પણ વળતો પ્રહાર કરતા સ્થિતિ તંગ બની ગઈ હતી.
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
વડોદરાના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે. બોલાચાલી દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. ઝઘડામાં ભાન ભૂલેલી પત્ની મંજુએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો અમિતને મારી દીધો હતો. જેના બાદ લોહીલુહાણ હાલતમાં અમિત પત્નીની નજરો સામે જ મૃત્યુ પામી ગયો હતો.
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી.
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શખસે પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટનું સ્તર લગાવી પેક કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પુત્રના મોબાઈલથી ચિઠ્ઠી મોકલાવી ગુનાની કબૂલાત કરતા પોલીસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયા છે.
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શનનો વિવાદ વકર્યો, તોરણીયા ગામના સરપંચે રેકેટ પકડ્યું જેમાં વન વિભાગના કર્મચારીનો ભાઈ સામેલ છે. સરપંચે સ્થળ પર જઈ વીડિયો ઉતારી રેકેટનો પર્દાફાશ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેનાથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રેકેટમાં વન વિભાગની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં AMC ઇલેક્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. V.V. તોમર સ્કૂલ ખાતે બોગસ મતદાનને લઈને વિવાદ થયો હતો. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે FIR દાખલ કરી. ભાજપે નિકુલસિંહ પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
KKRએ LSGને સુપર ઓવરમાં હરાવ્યું
KKRએ IPL 2026માં LSGને સુપર ઓવરમાં હરાવ્યું. રઘુવંશીને ફિલ્ડિંગમાં અવરોધ કરવા બદલ રનઆઉટ અપાયો. રિંકુએ સતત ચાર સિક્સર ફટકારી અને પાંચ કેચ પકડ્યા. શમીએ સિક્સરથી મેચ ટાઈ કરાવી. LSG હોમ ગ્રાઉન્ડ પર સતત આઠમી મેચ હાર્યું અને ટોપ લિસ્ટમાં ડેક્કન ચાર્જર્સની બરાબરી કરી. રિંકુ 50+ રન અને 4+ કેચ લેનાર ચોથો ખેલાડી બન્યો. મોહસિને સિઝનનો પહેલો 5 વિકેટ હોલ લીધો.
KKRએ LSGને સુપર ઓવરમાં હરાવ્યું
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
સુરતમાં અલથાણા છેડતી કેસમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર અને BJP, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું આયોજન હતું. ઓડિયો ક્લિપ વાયરલ થતા, AAPના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી. આ ઘટનામાં મુસ્લિમ સમાજને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. હાલમાં પોલીસ મેહુલની તપાસ કરી રહી છે.
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
કલગી ચાર રસ્તા પાસે Jeep દ્વારા Eco કારને ટક્કર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ, જેમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, Jeep ખૂબ જ ઝડપે આવી રહી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા Eco કાર સાથે અથડાઈ. લોકોએ આક્ષેપ કર્યો છે કે Jeepમાં સવાર યુવાનો નશામાં હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
સુરત સલાબતપુરામાં પતિ દ્વારા પત્નીની હત્યા, લાશને પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કરી દીધી.
સુરતમાં પતિએ અનૈતિક સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી, લાશને લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કરી દીધી. આરોપી પતિએ પત્ની 'ગુમ છે' એવું તરકટ રચ્યું, પણ પોલીસને ઘરમાંથી શંકાસ્પદ પેટી અને ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં ગુનાની કબૂલાત કરી. પોલીસે FSLની હાજરીમાં પેટી ખોલાવી લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને હત્યારા પતિની ધરપકડ કરવાની કાર્યવાહી કરી.
સુરત સલાબતપુરામાં પતિ દ્વારા પત્નીની હત્યા, લાશને પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કરી દીધી.
આરોપી આશિષ ઉર્ફે ટકો મસાણીની PASA હેઠળ અટકાયત, વારંવાર ગુનામાં સંડોવાયેલ હોવાથી લેવાયું પગલું.
પોરબંદરમાં મારામારી, ધાક ધમકી સહિતના ગુનામાં સંડોવાયેલ આશિષ ઉર્ફે ટકો મસાણીને PASA હેઠળ સુરત જેલમાં ધકેલાયો. પોલીસ અધિક્ષકની સૂચનાથી અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. DYSPના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના ધ્યાને લેવાયા. PI કે.વી.પરમારે PASA દરખાસ્ત તૈયાર કરી, જીલ્લા મેજીસ્ટ્રેટે વોરંટ ઇસ્યુ કરતા LCB PI આર.કે.કાંબરીયાએ આરોપીને સુરત જેલ મોકલ્યો.
આરોપી આશિષ ઉર્ફે ટકો મસાણીની PASA હેઠળ અટકાયત, વારંવાર ગુનામાં સંડોવાયેલ હોવાથી લેવાયું પગલું.
પોક્સોનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો.
વેરાવળ સિટી પોલીસે POCSO ના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરી. ફરિયાદ મુજબ આરોપી સગીર વયની દિકરીનો પીછો કરતો હતો. SP જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ PI જે. એન. ગઢવીની ટીમે હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સથી તપાસ કરી આરોપી મુક્તાર મુસ્તાક કુરેશીને પકડી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી.
પોક્સોનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો.
પંજાબ સામે હાર બાદ દિલ્હી કમબેક માટે તૈયાર.
દિલ્હી કેપિટલ્સ (DC) માટે IPL 2026ની સીઝન કપરી છે. પંજાબ સામે 264 રન બનાવીને પણ હાર્યા બાદ, દિલ્હીનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહેલી દિલ્હી માટે આ મેચ મહત્વની છે, કારણ કે વધુ એક હાર પ્લેઑફની આશાઓને ઝટકો આપી શકે છે. બેંગલુરુનું પલડું ભારે છે, પણ દિલ્હીની બેટિંગ મજબૂત છે.
પંજાબ સામે હાર બાદ દિલ્હી કમબેક માટે તૈયાર.
બોડેલીના જબુગામમાં તળાવમાંથી હજારો ટન માટી ખોદકામથી ગ્રામજનોમાં રોષ.
બોડેલીના જબુગામ ખાતે તળાવમાં મોટાપાયે માટી ખોદકામથી ગ્રામજનોમાં ભારે વિરોધ. હજારો ટન માટી ખોદકામથી 20-40 ફૂટે પાણી ગયું. માટીકામ National Highway 56 માં આપતા અને ઠરાવ અંગે રોષ. 40 પ્રજાપતિ પરિવારોની આજીવિકા પર અસર, બાંધકામ શાખા દ્વારા માપણી કરી રોયલ્ટી જમા થાય તેવી ગ્રામજનોની માંગ.
બોડેલીના જબુગામમાં તળાવમાંથી હજારો ટન માટી ખોદકામથી ગ્રામજનોમાં રોષ.
ખેડબ્રહ્મામાં પરિવારના મોભીએ માતા, પત્ની અને પુત્રની હત્યા કરી, પોતે પણ મૃત્યુ પામ્યો.
સાબરકાંઠાના સંગ્રામપુરામાં એક વ્યક્તિએ અગમ્ય કારણોસર પોતાની માતા, પત્ની અને બે વર્ષના પુત્ર પર કુહાડીથી હુમલો કર્યો. જેમાં આરોપી, માતા અને પુત્રનું મોત નીપજ્યું. પત્નીની હાલત ગંભીર છે અને અમદાવાદ CIVIL હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ઝઘડાનું કારણ અકબંધ છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ખેડબ્રહ્મામાં પરિવારના મોભીએ માતા, પત્ની અને પુત્રની હત્યા કરી, પોતે પણ મૃત્યુ પામ્યો.
ટ્રમ્પ ફરી 'ટાર્ગેટ': હુમલાખોર બંદૂક સાથે હોટેલમાં ઘૂસે તે પહેલાં પકડાયો, ટ્રમ્પે મિશન ચાલુ રાખવાની જાહેરાત કરી.
વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાં ડીનર પાર્ટી દરમિયાન ટ્રમ્પ પર ત્રીજી વખત હુમલો થયો. હુમલાખોર લોબીમાં જ પકડાયો, પરંતુ ગોળીબારથી અફરાતફરી મચી ગઈ. ટ્રમ્પે કહ્યું કે આવા કાયરતાપૂર્ણ હુમલા તેમને ઈરાન સામે જીતતા રોકી નહીં શકે, અને તેઓ તેમના મિશનમાં જરા પણ પાછીપાની નહીં કરે.
ટ્રમ્પ ફરી 'ટાર્ગેટ': હુમલાખોર બંદૂક સાથે હોટેલમાં ઘૂસે તે પહેલાં પકડાયો, ટ્રમ્પે મિશન ચાલુ રાખવાની જાહેરાત કરી.
માલીમાં મોટો આતંકી હુમલો, સંરક્ષણ મંત્રી સાદિયોનું મોત
માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક ભાગો પર એકસાથે હુમલો કર્યો. આ હુમલામાં દેશના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાએ જીવ ગુમાવ્યો. આ હુમલો એટલો મોટો હતો કે આખી દુનિયાની નજર માલી પર ટકેલી છે. પ્રાથમિક વિગતો અનુસાર અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ આ કાવતરું ઘડ્યું છે. હુમલાને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો અને સૌથી સંગઠિત હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
માલીમાં મોટો આતંકી હુમલો, સંરક્ષણ મંત્રી સાદિયોનું મોત
ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને 8 વિકેટથી હરાવ્યું
આજે(26 એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવી દીધું છે. ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 17મી ઓવરમાં 162 રન બનાવીને 8 વિકેટથી મેચ જીતી લીધી. ગુજરાત માટે સાઈ સુદર્શને 46 બોલમાં 87 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી. ત્યારે, કેપ્ટન શુભમન ગિલે 23 બોલમાં 33 અને જોસ બટલરે 30 બોલમાં અણનમ 39 રન બનાવ્યા.
ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને 8 વિકેટથી હરાવ્યું
પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ પ્રિયાંશ આર્યાને પંચ માર્યો!
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સે ગઇકાલે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે છ વિકેટે જીત મેળવીને ઇતિહાસ રચી દીધો. PBKSએ 265 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો, જે માત્ર IPL જ નહીં પરંતુ T20 ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ બની ગયો છે. પ્રભસિમરન સિંહ (26 બોલમાં 76 રન) અને પ્રિયાંશ આર્યએ (17 બોલમાં 43 રન) ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે 36 બોલમાં અણનમ 71 રન બનાવીને મેચ પૂરી કરી હતી.
પંજાબની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ પ્રિયાંશ આર્યાને પંચ માર્યો!
રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ
IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની ફિટનેસને લઈને ચિંતાના વાદળો છવાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં તોફાની સદી ફટકાર્યા બાદ, ફિલ્ડિંગ દરમિયાન વૈભવને હેમસ્ટ્રિંગની તકલીફ થતા તે મેદાનની બહાર જતો રહ્યો હતો. મેચના ત્રીજા ઓવર દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે વૈભવને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું. તે લંગડાતા ચાલતો જોવા મળ્યો અને ફિઝિયોની મદદથી મેદાનની બહાર જવું પડ્યું હતું. બેટિંગ કોચ વિક્રમ રાઠોરે રાહત આપતા જણાવ્યું કે, વૈભવની ઈજા હાલ ગંભીર જણાતી નથી.
રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો, વૈભવ સૂર્યવંશી ઈન્જર્ડ, આગામી મેચ રમવા પર સસ્પેન્સ
ગીર સોમનાથમાં AAP ઉમેદવારનો પ્રતિનિધિ દારૂ વહેંચતા પકડાયો, મતદારોને રીઝવવાનો પ્રયાસ થયો નિષ્ફળ.
ગુજરાત Local body election પહેલાં ગીર સોમનાથમાં AAP ઉમેદવારનો પ્રતિનિધિ દારૂ વહેંચતા પકડાયો. ચિત્રાવડ બેઠક પર મતદારોને રીઝવવા દારૂની રેલમછેલ કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા. જેપુર ગામના દિનેશ બાકુની ધરપકડ થઈ, તેમની કારમાંથી વિદેશી દારૂ અને રોકડ રકમ મળી, પોલીસે રૂ. 8.55 લાખનો મુદામાલ જપ્ત કર્યો અને પ્રોહીબીશનનો કેસ દાખલ થયો.
ગીર સોમનાથમાં AAP ઉમેદવારનો પ્રતિનિધિ દારૂ વહેંચતા પકડાયો, મતદારોને રીઝવવાનો પ્રયાસ થયો નિષ્ફળ.
ધોનીનું કમબેક? આજે CSK vs GT મેચ; હેડ-ટુ-હેડમાં બરાબરી.
IPL 2026માં આજે CSK અને GTની મેચ છે; ધોનીની વાપસી થઈ શકે છે. બન્ને ટીમોએ હેડ-ટુ-હેડમાં 4-4 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં CSK પાંચમા અને GT સાતમા સ્થાને છે. શુભમન અને સંજુનું બેટિંગ શાનદાર છે. ચેપોકની પીચ સ્પિન ફ્રેન્ડલી છે અને પ્રથમ બેટિંગ કરનારને ફાયદો છે. ચેન્નઈમાં વરસાદની કોઈ સંભાવના નથી.
ધોનીનું કમબેક? આજે CSK vs GT મેચ; હેડ-ટુ-હેડમાં બરાબરી.
IPL: લખનઉ vs કોલકાતાની મેચ, સીઝનમાં બીજી વખત ટકરાશે, હેડ-ટુ-હેડમાં LSGનું પલડું ભારે.
IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. લખનઉમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ સીઝનમાં LSGએ KKRને હરાવ્યું હતું. અત્યાર સુધીની મેચોમાં LSGનું પલડું ભારે રહ્યું છે. લખનઉએ 7માંથી 2 મેચ જીતી છે, જ્યારે કોલકાતાને 7માંથી 1 મેચમાં જીત મળી છે. LSGના માર્શ અને પ્રિન્સ ફોર્મમાં છે. KKR તરફથી અંગક્રિષ અને ત્યાગી સારુ રમી રહ્યા છે. પીચ સ્પિનરોને મદદરૂપ થવાની સંભાવના છે.
IPL: લખનઉ vs કોલકાતાની મેચ, સીઝનમાં બીજી વખત ટકરાશે, હેડ-ટુ-હેડમાં LSGનું પલડું ભારે.
શિસ્તનો સૂત્રધાર સુકાની - યુવરાજ સિંઘ અને સૌરવ ગાંગુલી ની વાર્તા.
આ વાર્તા 2001 ની છે, જ્યારે યુવા ભારતીય ટીમ કેન્યા અને સાઉથ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણી માટે પ્રવાસ કરી રહી હતી. ટીમમાં યુવરાજ સિંઘ નામનો એક પ્રતિભાશાળી યુવાન ખેલાડી હતો, જેને સૌરવ ગાંગુલીએ (દાદા) શિસ્તના પાઠ ભણાવ્યા. એક ઘટના પછી, ગાંગુલીએ યુવરાજને શિસ્તનું મહત્વ સમજાવ્યું, જેના પરિણામે યુવરાજે 'NatWest Series' જીતીને દાદાનું સપનું પૂરું કર્યું.
શિસ્તનો સૂત્રધાર સુકાની - યુવરાજ સિંઘ અને સૌરવ ગાંગુલી ની વાર્તા.
તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત.
ભાવનગરના તળાજા તાલુકાના રાળગોન ગામે સમુહ લગ્નમાં સાઈડમાં બેઠેલા વૃદ્ધા પર કાર ચાલકે કાર ચડાવી દેતા અકસ્માત સર્જાયો, જેમાં વૃદ્ધાનું મોત નીપજ્યું. તળાજા police એ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ઉમરાળા તાલુકાના રસિકભાઈ પરમારે GJ-04-CG-3614 ના ચાલક વિરુદ્ધ તળાજા police સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત.
1997ની હત્યાનો આરોપી, જામીન પર ફરાર, 25 વર્ષ પછી પકડાયો.
દિલ્હી પોલીસે 1997ના હત્યા કેસના ફરાર આરોપી સલીમ અહેમદને 25 વર્ષે પકડ્યો. આરોપીને આજીવન કેદ થઈ હતી, પણ જામીન પર ભાગી ગયો હતો. તેણે પોતાને મૃત જાહેર કર્યો અને UP, હરિયાણામાં ઓળખ છુપાવીને રહેતો હતો. UP પોલીસે તેને સુરક્ષા આપી હતી. દિલ્હી પોલીસને આ સફળતા મળી.
1997ની હત્યાનો આરોપી, જામીન પર ફરાર, 25 વર્ષ પછી પકડાયો.
મહુવાના બાંભણીયામાં 6 લોકોનો હુમલો: આધેડને બાળકોના ઝઘડામાં માર મારવામાં આવ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ.
ભાવનગરના મહુવાના બાંભણીયા ગામે બાળકોના ઝઘડામાં છોકરાને માર મારવા બદલ રાજુલાના આધેડને 6 શખ્સોએ પાઈપ વડે માર માર્યો. આ ઘટનાની ફરિયાદ ખુટવડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગભરુભાઈ ભુકણે વનરાજ દેસાઈ સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.
મહુવાના બાંભણીયામાં 6 લોકોનો હુમલો: આધેડને બાળકોના ઝઘડામાં માર મારવામાં આવ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ.
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી: નાણામંત્રાલય દ્વારા બેન્કોને સતર્ક રહેવાની સૂચના.
અમેરિકન AI કંપનીના મિથોસ મોડેલના ખોટા હાથમાં પડવાના અહેવાલોથી ખતરો વધી ગયો છે. નાણામંત્રી અને IT મંત્રીએ બેન્કોના પ્રમુખો સાથે બેઠક કરી IT સિસ્ટમ, ગ્રાહકોના ડેટા અને નાણાં સુરક્ષિત રાખવા તાકીદ કરી છે. બેન્કિંગ સેક્ટરને રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ મિકેનિઝમ બનાવવા નાણામંત્રાલયનું સૂચન કરાયું અને એલર્ટ રહેવા જણાવ્યું છે.