જામનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડા
જામનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડા
Published on: 24th September, 2026

જામનગર જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામજોધપુર, કાલાવડ અને જામનગર સીટી-એ ડિવિઝન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા અને રમાડતા કુલ 12 લોકોને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ગંજીપત્તા, વરલી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠીઓ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ.19,550 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ બનાવોમાં પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.