બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર!
બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર!
Published on: 23rd June, 2026

વડોદરા નજીક આવેલા વાસણા કોતરીયા ગામમાં બે મકાનોમાં ચોરી કરીને બાઇક પર આવેલી ટોળકીએ ગ્રામજનોમાં ગભરાટ ફેલાવ્યો છે. એક મકાનમાંથી રૃા.૧૫.૪૫ લાખની મતા ચોરો ઉઠાવી ગયા છે. આ અંગે મંજુસર પોલીસે તપાસ કરતાં ગામના ચોકમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં બાઇક પર ચોરો આવતા જણાયા હતાં. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.