રાજકોટમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં બાળકનું મોત, પતિએ DNA ટેસ્ટ કરાવ્યો!
રાજકોટમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં બાળકનું મોત, પતિએ DNA ટેસ્ટ કરાવ્યો!
Published on: 18th April, 2026

રાજકોટમાં ઘરેલુ હિંસાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિએ ચરિત્ર પર શંકા રાખી DNA ટેસ્ટ કરાવ્યો. લગ્ન બાદ પતિએ ઝઘડા શરૂ કર્યા, દારૂ પીને ગાળાગાળી કરતો. સાસુ મેણાં-ટોણાં મારતી, અને પિયરથી પૈસા લાવવા દબાણ કરતી. સતત તણાવથી ગર્ભમાં બાળકનું મૃત્યુ થયું. પોલીસે તપાસ હાથ ધરી છે.