પ્રેમ સંબંધના વીડિયોથી યુવતીનું લગ્ન જીવન જોખમમાં
પ્રેમ સંબંધના વીડિયોથી યુવતીનું લગ્ન જીવન જોખમમાં
Published on: 30th August, 2026

વડોદરામાં કોલેજમાં પ્રેમ સંબંધ દરમિયાન યુવતી સાથે શરીર સંબંધ બાંધી તેનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં યુવતીના લગ્ન થઈ ગયા છતાં આરોપીએ વીડિયો બતાવી બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું. યુવકે વીડિયો યુવતીના મામા સસરાને બતાવતા લગ્ન જીવન ભંગાણના આરે આવી ગયું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ગોત્રી વિસ્તારમાં બની છે, જ્યાં આરોપીએ યુવતીને અગાઉ પણ હેરાન કરી દાગીના પડાવી લીધા હતા.