મોરબી મહાનગરપાલિકામાં પંચર અને ગ્લાસના બિલમાં ફેરફાર કરી કૌભાંડ આચર્યું
મોરબી મહાનગરપાલિકામાં પંચર અને ગ્લાસના બિલમાં ફેરફાર કરી કૌભાંડ આચર્યું
Published on: 14th October, 2026

મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં કર્મચારીઓ દ્વારા પંચર, પાણી અને સ્પેરપાર્ટ્સના બિલમાં ચેડાં કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. ₹500ના પંચર બિલને ₹1,500 અને ₹700ના 1,000 ગ્લાસના બિલને ₹10,700 દર્શાવીને રકમ ઉચાપત કરાઈ છે. આ કૌભાંડ 2025-26 નાણાકીય વર્ષમાં થયું હોવાનું સામે આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.