થરાદ નજીક હાઈવે પર ડાયવર્ઝન પર પાર્ક ટ્રક સાથે બીજી ટ્રક અથડાઈ, જાનહાનિ ટળી
થરાદ નજીક હાઈવે પર ડાયવર્ઝન પર પાર્ક ટ્રક સાથે બીજી ટ્રક અથડાઈ, જાનહાનિ ટળી
Published on: 13th October, 2026

થરાદ-ડીસા હાઈવે પર અસાસણ ગામ પાસે ફોરલેન કામગીરી દરમિયાન ડાયવર્ઝન પર પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવતી બીજી ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો. પંજાબથી દાણ પાવડર ભરીને આવતી ટ્રક પલટી મારી જતા માલ હાઈવે પર વેરવિખેર થયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વાહનચાલકોએ સુરક્ષા વ્યવસ્થાના અભાવ અંગે રોષ વ્યક્ત કર્યો.