થાન દેશી દારૂ કેસનો ફરાર આરોપી પકડાયો
સુરેન્દ્રનગર (બ્યુરો) : થાન પોલીસે ગત તા. 8-4-26ના રોજ બાતમીને આધારે રેલવે સ્ટેશન નજીક આવેલ ઓરડી સામેના પ્લોટમાં રેડ કરી હતી. જેમાં ફુલવાડી વિસ્તારમાં રહેતો રવજી લાભુભાઈ કેરવાડીયા રૂપીયા 600ના દેશી દારૂ સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આરોપી તરીકે બ્રીજેશ સોલંકીનું નામ ખુલ્યુ હતુ. ત્યારે સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડના મુનાભાઈ રાઠોડની બાતમીના આધારે પોલીસે થાનની જવાહર સોસાયટીમાં રહેતા ફરાર બ્રીજેશ દેવેન્દ્રભાઈ સોલંકીને ઝડપી લઈ થાન પોલીસને સોંપ્યો છે.
થાન દેશી દારૂ કેસનો ફરાર આરોપી પકડાયો
સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના કરૂણ મોત
સાબરકાંઠાના વિજયનગર સ્થિત પોલો ફોરેસ્ટમાં રવિવારે હરણાવ નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો ડૂબી જવાની દુર્ઘટના બની છે. આ કરૂણ ઘટનામાં અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામના બે યુવાનો, યશકુમાર વાઘેલા (ઉં.વ. 22) અને સાહિલ મોરી (ઉં.વ. 21) ના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. નદીમાં પાણી છોડવામાં આવતા પાણીનું સ્તર અચાનક વધ્યું હતું, જેની જાણ ન હોવાને કારણે આ યુવાનો નહાવા પડ્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસે મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના કરૂણ મોત
મહીસાગરના બાલાસિનોર GIDC ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનો પર્દાફાશ કરાયો છે. ગોડાઉનમાંથી અંદાજે 1.56 કરોડથી વધુ કિંમતનો દારૂ-બિયર, 3 વાહનો, 8 મોબાઈલ અને રોકડ સહિત કુલ 1.86 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ રેડ દરમિયાન 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત 16 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં Police તપાસ કરી રહી છે.
મહીસાગરના બાલાસિનોર GIDC ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપાયો
અમદાવાદના ચાંદખેડાની હોટલમાં પ્રેમી યુગલે કર્યો આપઘાત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલ પાસે આવેલી એક હોટલમાં પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. યુવતીની ઉંમર 20 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવાનું જણાય છે. બંને પંચમહાલ જિલ્લાના સંતરામપુરના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો પાસેથી હાલ કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડાની હોટલમાં પ્રેમી યુગલે કર્યો આપઘાત
વડોદરાની માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને બનાવ્યા ઉમેદવાર
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ભાજપે સતીષ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી છે, જેઓ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યાં છે. બીજી તરફ, કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીની 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. આ બેઠક પર કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, 14મી જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 16મી જુલાઈએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે.
વડોદરાની માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને બનાવ્યા ઉમેદવાર
અમદાવાદ રથયાત્રા: ગજરાજો પર ભક્તિના રંગ પૂરે છે આ 21 વર્ષીય યુવતી
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં 21 વર્ષીય ઝરણા પંચાલ, છેલ્લા 4 વર્ષથી ઇકો-ફ્રેન્ડલી કલર્સનો ઉપયોગ કરીને ગજરાજો પર ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ખાસ થીમ આધારિત આકર્ષક પેઇન્ટિંગ કરીને ભક્તિના રંગ પૂરી રહી છે. ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરનાર ઝરણા, હાથીઓની સૂંઢ, કાન અને આંખ જેવા ભાગો પર આઉટલાઇન આપી ભગવાનની થીમ્સ દોરે છે. આ ઉપરાંત, તે એક મહિના અગાઉથી ભગવાન માટે હેન્ડમેડ હારમાળા બનાવે છે અને મંદિરમાં રંગોળી દ્વારા પણ સેવા આપે છે.
અમદાવાદ રથયાત્રા: ગજરાજો પર ભક્તિના રંગ પૂરે છે આ 21 વર્ષીય યુવતી
જગન્નાથજીના 'મામેરા'નો સુઅવસર: દવે પરિવારની 7 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા, અમદાવાદના સરસપુર સ્થિત તેજસ દવે પરિવારને ભગવાનનું 'મામેરું' કરવાનો અદભુત અવસર મળ્યો છે. 7 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ, મંદિરની ડ્રો પદ્ધતિ દ્વારા દવે પરિવારની પસંદગી થઈ છે. વૃંદાવનથી ખાસ વાઘા અને માણેકચોકથી અલંકારો તૈયાર કરાયા છે. આ પવિત્ર પ્રસંગે દવે પરિવારના ઘરે ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
જગન્નાથજીના 'મામેરા'નો સુઅવસર: દવે પરિવારની 7 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ
અમદાવાદના નવરંગપુરામાં રિક્ષામાં 'દારૂનો અડ્ડો'
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં જાહેર રોડ પર જ રિક્ષામાં દારૂનો વેપલો થઈ રહ્યો છે. આ બાબતે વીડિયો વાઈરલ થતાં સ્થાનિક પોલીસને જાણ થઈ છે. લિબર્ટી સર્કલ નજીક ઝાડ નીચે ઉભેલી રિક્ષામાં અંગ્રેજી અને દેશી દારૂનું પોલીસના ડર વગર વેચાણ થઈ રહ્યું છે. આ સ્થળની આસપાસ ગર્લ્સ હોસ્ટેલ અને પોલીસ સ્ટેશન પણ નજીકમાં જ છે. વાઈરલ વીડિયો અંગે નવરંગપુરા PIએ તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
અમદાવાદના નવરંગપુરામાં રિક્ષામાં 'દારૂનો અડ્ડો'
ગીરમાં સિંહ પજવણી કરનારા 8 લોકોની વન વિભાગ દ્વારા વેરાવળ-પ્રભાસ પાટણમાંથી અટકાયત.
સૌરાષ્ટ્રમાં સિંહ પજવણીના વીડિયો વાઈરલ થતાં વન વિભાગ સક્રિય થયું છે. ગીર (પૂર્વ) વન વિભાગની જસાધાર રેન્જની ટીમે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોના આધારે વેરાવળ અને પ્રભાસ પાટણના 8 લોકોને અટકાયતમાં લીધા છે. આ લોકો પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરીને સિંહોને હેરાન કરતા વીડિયો બનાવતા હતા અને પ્રસિદ્ધિ માટે વાઈરલ કરતા હતા. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે લોકોને વન્યજીવોને હેરાન ન કરવા અને આવી ઘટનાઓ વિશે જાણ કરવા અપીલ કરી છે.
ગીરમાં સિંહ પજવણી કરનારા 8 લોકોની વન વિભાગ દ્વારા વેરાવળ-પ્રભાસ પાટણમાંથી અટકાયત.
થરાદમાં પતિની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ પત્ની જ નીકળી!
થરાદના ગણેશપુરા ગામે થયેલી ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મૃતકની પત્ની નર્મદાબેન નીકળી. પ્રેમ સંબંધમાં પતિ આડખીલી બનતા, પત્નીએ પોતાના પ્રેમી પ્રેમજી અને મુકેશ ઠાકોર સાથે મળી કાવતરું ઘડ્યું. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મૃતકની સગી દીકરીઓએ પોલીસ સમક્ષ પોતાની માતાનો ભાંડો ફોડ્યો. દીકરીઓની જુબાનીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
થરાદમાં પતિની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ પત્ની જ નીકળી!
અમદાવાદની 149મી રથયાત્રા: 10 ડ્રોનથી બાજ નજર
અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી 149મી ભગવાન જગન્નાથજી રથયાત્રામાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવાશે. આ વખતે 10 ડ્રોન દ્વારા સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવશે. દરેક ટ્રકમાં પોલીસ ડ્રાઈવર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્પેશિયલ રિપેરિંગ વ્હીકલ ટીમ તૈનાત રહેશે. આયોજકો, સંચાલકો, ટ્રક માલિકો અને ડ્રાઈવરોનું આધાર એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન કરાશે. ટ્રકોનું RTO દ્વારા યાંત્રિક ચકાસણી અને BDDS દ્વારા એન્ટી-સબોટેજ ચેકિંગ પણ થશે. ડ્રાઈવરોના મેડિકલ ચેકઅપ પણ ફરજિયાત છે.
અમદાવાદની 149મી રથયાત્રા: 10 ડ્રોનથી બાજ નજર
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ચોરી!
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ₹1.04 લાખની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોરે CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે તેમ, નોટોના બંડલને પગ નીચે સંતાડીને પોતાના પેન્ટમાં છુપાવ્યા હતા. આ ઘટના અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીની યાદ અપાવે છે. આરોપીની ધરપકડ બાદ જામીન પર મુક્ત થતાં ભક્તોમાં ભારે રોષ છે. એપ્રિલ અને મે મહિનામાં લાંબા સમયથી આ ચોરી ચાલતી હોવાની આશંકા છે, અને ઊંડી તપાસની માંગ કરવામાં આવી રહી છે.
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ચોરી!
ગીરનાર સિંહ હુમલામાં માસૂમ બાળકનું મોત: મોદજ ગામમાં શોકનો માહોલ
જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં 11 વર્ષના બાળકનું દુ:ખદ અવસાન થયું. આ ઘટના બાદ મહેમદાવાદના મોદજ ગામમાં 11 વર્ષના માસૂમની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. ગીરનારની યાત્રાએ ગયેલા પરિવાર પર આ ઘટના બની હતી, જેમાં અચાનક સિંહે બાળકાને જંગલ તરફ ખેંચી લીધો હતો. શોધખોળ બાદ બાળકના કપડાં અને અવશેષો મળ્યા હતા. આ ઘટના બાદ ગિરનારની મુખ્ય સીડી પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
ગીરનાર સિંહ હુમલામાં માસૂમ બાળકનું મોત: મોદજ ગામમાં શોકનો માહોલ
જામનગરમાં 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' હેઠળ નાગરિકો માટે સાયબર જાગૃતિ કાર્યક્રમ
ગુજરાત પોલીસના CID ક્રાઇમ અને રેલ્વેઝ વિભાગ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' અભિયાન અંતર્ગત જામનગરમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વધતા જતા સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમમાં પોલીસની શી-ટીમને માર્ગદર્શન અપાયું અને સિનિયર સિટીઝન સહિત અન્ય નાગરિકોને ડિજિટલ અરેસ્ટ સ્કેમ, વિશિંગ, ફિશિંગ, બનાવટી વેબસાઇટ, લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ જેવા સાયબર ગુનાઓ વિશે માહિતી અપાઈ. અજાણ્યા કોલ, લિંક, OTP, બેંકની માહિતી શેર ન કરવા અને શંકાસ્પદ વ્યવહાર અંગે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ.
જામનગરમાં 'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' હેઠળ નાગરિકો માટે સાયબર જાગૃતિ કાર્યક્રમ
ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર ખાતે વેદ ગર્ભવિહારનું ભવ્ય લોકાર્પણ કર્યું.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર નજીક લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારનુ લોકાર્પણ કર્યું. રાજ્યપાલે ગૌશાળા, કન્સલ્ટેશન રૂમ, પંચકર્મ રૂમ, માઇનર ઓપરેશન થિયેટર અને સંસ્કાર શાળા જેવી સુવિધાઓની મુલાકાત લીધી. તેમણે સંસ્થાના સંચાલકો સાથે સંવાદ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ અને ઉપયોગિતા વિશે વિસ્તૃત જાણકારી મેળવી. આ પ્રસંગે શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર, મહાનગર પાલિકા કમિશનર, ગૌ વિશ્ર વિદ્યાપીઠના કુલપતિ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર ખાતે વેદ ગર્ભવિહારનું ભવ્ય લોકાર્પણ કર્યું.
ફિનલેન્ડમાં ગુમ થયેલ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળ્યો
યુરોપના ફિનલેન્ડ દેશમાં અભ્યાસ કરવા ગયેલા હૈદરાબાદના 18 વર્ષીય વિદ્યાર્થી મણિદીપ રેડ્ડીનો મૃતદેહ રાજધાની હેલસિંકીના દરિયામાંથી મળી આવ્યો છે. 5 મેથી ગુમ થયેલા મણિદીપના મૃતદેહની પુષ્ટિ તેના પરિવારના વકીલે કરી છે. પરિવાર આ ઘટનાને શંકાસ્પદ ગણાવી ફિનલેન્ડ પોલીસની તપાસ પર પ્રશ્નો ઉઠાવી ન્યાયની માંગ કરી રહ્યો છે. બે મહિના બાદ મળેલા મૃતદેહ અંગે ભારતીય દૂતાવાસે પરિવારને 10 જુલાઈએ જાણ કરી હતી. મણિદીપ LUT યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.
ફિનલેન્ડમાં ગુમ થયેલ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળ્યો
ગુજરાત RTOમાં ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસ નિયમોમાં ફેરફાર
ગુજરાત રાજ્યમાં વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા તમામ RTO/ARTO અધિકારીઓ માટે GSR 349(E)ના અમલીકરણ અંગે મહત્વનો પરિપત્ર જારી કરાયો છે. નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનોના રિન્યૂઅલ ઓફ રજિસ્ટ્રેશન માટે નિર્ધારિત ફી વસૂલવામાં આવશે. GSR 349(E) હેઠળ પ્રથમ વખત નોન-ટ્રાન્સપોર્ટ વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્રની જોગવાઈ છે. પ્રથમ વખત ફિટનેસ પરીક્ષણમાં વિલંબ થાય તો રૂ. 50 પ્રતિ દિવસનો લેટ ફી દંડ લાગુ પડશે નહીં. પરંતુ, પ્રથમ ફિટનેસ પછી રિન્યૂઅલ ઓફ ફિટનેસમાં વિલંબ પર દંડ લાગુ પડશે.
ગુજરાત RTOમાં ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન અને ફિટનેસ નિયમોમાં ફેરફાર
વડોદરામાં વાઘોડિયા રોડ પર નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો
વડોદરામાં મોડીરાત સુધી ચાલતી નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલા પોલીસ જમાદાર પર હુમલો કરવામાં આવ્યો. વાઘોડિયા રોડ પર લારી ચાલકે પોલીસ સાથે મારામારી કરી અને બાદમાં મહિલાઓ સહિતના ટોળાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવી હંગામો મચાવ્યો. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કેટલાક આરોપીઓએ નશો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે તેમના વિરુદ્ધ પ્રોહિબીશનનો અલગથી ગુનો દાખલ કરાયો છે.
વડોદરામાં વાઘોડિયા રોડ પર નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો
નિવૃત્તિના રૂપિયા રોકાણના બહાને બેંક મેનેજરે સિનિયર સિટિઝનને કર્યા 5 લાખના ઠગ
વડોદરામાં નિવૃત્તિ બાદ મળેલા પૈસા રોકાણ કરી આપવાના ખોટા વચન આપી, એક ખાનગી બેંકના સેલ્સ મેનેજરે સિનિયર સિટિઝન સાથે 5 લાખ રૂપિયાની ઠગાઇ આચરી. આ અંગે સમા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 61 વર્ષીય નિરંજનભાઇ પરસોત્તમભાઇ મહેતા, જેઓ એલેમ્બિક કંપનીમાંથી નિવૃત્ત થયા હતા, તેમણે બેંક કર્મચારી જયેશ લીંબાભાઇ પરમાર પર વિશ્વાસ મૂક્યો. જયેશએ તેમના સેલેરી એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયાનો ચેક RTGS ફોર્મ ભરી, પોતાના મિત્ર સુજીતસિંહ ધરમસિહ ગોહિલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા અને FD ન બનાવી ઠગાઇ કરી.
નિવૃત્તિના રૂપિયા રોકાણના બહાને બેંક મેનેજરે સિનિયર સિટિઝનને કર્યા 5 લાખના ઠગ
સુરતના BRTS રૂટ પર મોટો ભુવો, બસના ટાયર ફસાયા
સુરતમાં ખાડીપૂર અને વરસાદ બાદ હવે રસ્તાઓની ગુણવત્તા સામે પ્રશ્નો સર્જાયા છે. કાપોદ્રાના રચના BRTS રૂટ પર વિશાળ ભુવો પડતાં BRTS બસના પાછળના ટાયર ફસાઈ ગયા હતા, જોકે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના ચોંકાવનારી છે કારણ કે થોડા સમય પહેલાં જ આ સ્થળે ડ્રેનેજનું કામ થયું હતું. જેના કારણે પાલિકાના રોડકામ અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો આક્ષેપ કરે છે કે ફરિયાદ છતાં મેયર ઘટના સ્થળે પહોંચ્યા નથી, જે સુરતીઓમાં રોષ જગાવી રહ્યું છે.
સુરતના BRTS રૂટ પર મોટો ભુવો, બસના ટાયર ફસાયા
અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે ST બસ સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ST બસ અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પૂરપાટ ઝડપે આવી રહેલી બસે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે ST બસ સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
કર્ણાટકમાં પાકિસ્તાની મહિલા અને પુત્રની ધરપકડ!
કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લાના દસાગરેપલ્લી ગામમાંથી એક પાકિસ્તાની મહિલા ફરહાનાઝ અને તેના પુત્ર મોહમ્મદ ફરદીન ખાનની ધરપકડ કરવામાં આવી છે. બંનેના વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હતા. તેમની પાસેથી રેશન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને બેંક ખાતા જેવા અનેક ભારતીય દસ્તાવેજો મળી આવ્યા છે. મહિલાના લગ્ન દસાગરેપલ્લી ગામના અયુબ ખાન નામના પુરુષ સાથે થયા હતા. પોલીસે આ દસ્તાવેજોની સત્યતા ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.
કર્ણાટકમાં પાકિસ્તાની મહિલા અને પુત્રની ધરપકડ!
રાજકોટના રેલવે સ્ટેશનેથી 2 કિલો ગાંજા સાથે બિહારી મુસાફર ઝડપાયો!
રાજકોટ રેલવે સ્ટેશન પરથી રેલવે LCBએ બિહારના એક મુસાફરને આશરે 2 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સ જામનગર ગાંજો પહોંચાડે તે પહેલા જ તેને દબોચી લેવાયો હતો. પોલીસે 99 હજાર રૂપિયાના માદક પદાર્થ અને કુલ 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાહુલકુમાર અર્જુનભાઈ મંડલ (ઉભો 25, રહે. સુપૌલ, બિહાર) વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. આરોપીએ મજૂરી કામ ન મળે તો ગાંજો વેચવાનો ઈરાદો જણાવ્યું, પરંતુ પોલીસને તેની વાત શંકાસ્પદ લાગતાં વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટના રેલવે સ્ટેશનેથી 2 કિલો ગાંજા સાથે બિહારી મુસાફર ઝડપાયો!
ગિરનાર સીડી પર સિંહે 11 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે દર્શન કરવા આવેલા પરિવારના 11 વર્ષના બાળક પર સિંહે હુમલો કરી તેને ખેંચી જતાં તેનું મોત થયું. વન વિભાગ, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. શોધખોળ બાદ બાળકનો મૃતદેહ કબજે લેવાયો. મૃતકના પરિવારને ₹10 લાખની સહાય જાહેર કરાઈ છે. સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું છે. આ ઘટના બાદ ગિરનાર યાત્રામાર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. વન વિભાગે યાત્રાળુઓને સાવચેતી રાખવા અપીલ કરી છે. છેલ્લા એક મહિનામાં 8 લોકોએ વન્યપ્રાણીઓનો ભોગ બન્યા છે.
ગિરનાર સીડી પર સિંહે 11 વર્ષના બાળકને ફાડી ખાધો
જાણીતો TV એક્ટર રોહિત ચંદેલ POCSO કેસમાં ફસાયો!
TV ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા રોહિત ચંદેલની POCSO એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેના પર 16 વર્ષની સગીરાનો પીછો કરવા, હેરાન કરવા અને મારપીટ કરવાનો ગંભીર આરોપ છે. આ ઘટનાથી ટેલિવિઝન જગતમાં ખળભળાટ મચી ગયો છે. કો-સ્ટાર કિશોરી શહાણેએ શરૂઆતમાં આને PR સ્ટન્ટ માન્યું હતું, કારણ કે તેમના શો ‘સૈરાબ’માં પણ આવો જ ટ્રેક ચાલી રહ્યો છે. પોલીસે રોહિતની ધરપકડ કરી તેને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.
જાણીતો TV એક્ટર રોહિત ચંદેલ POCSO કેસમાં ફસાયો!
પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ!
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક નિર્માણાધીન મોલના બેઝમેન્ટમાંથી 7 વર્ષની માસૂમ બાળકીનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો છે. પરિવારના આરોપ મુજબ, બાળકીને પડીકાની લાલચ આપી અંદર લઈ જઈ સામૂહિક દુષ્કર્મ ગુજારી હત્યા કરવામાં આવી છે. પોલીસે એક પુખ્ત અને એક સગીર આરોપીની ધરપકડ કરી POCSO Act હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ નિર્માણાધીન સ્થળો પર રહેતા મજૂર પરિવારોના બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ!
અમદાવાદના C.G. રોડ પર પોલીસ પ્લેટવાળી કારે દંપતીને અડફેટે લીધું
અમદાવાદના C.G. રોડ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો, જેમાં પોલીસ લખેલી પ્લેટ ધરાવતી એક કારે ટુ-વ્હીલર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભીડ એકઠી થયા બાદ કારમાંથી પોલીસ વર્ધી અને પ્લેટ મળી આવતા હોબાળો મચી ગયો. કાર ચાલક દારૂના નશામાં હોવાના આક્ષેપો થયા. પોલીસે જણાવ્યું કે, વાહન ખરેખર પોલીસનું હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે, અને ફરિયાદ બાદ કાયદેસર કાર્યવાહી થશે.
અમદાવાદના C.G. રોડ પર પોલીસ પ્લેટવાળી કારે દંપતીને અડફેટે લીધું
પાટીદારો પર ગોળીબારનો આદેશ કોનો? નીતિન પટેલનો સવાલ
વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન વખતે Police દમન અને ગોળીબારના આદેશ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, GMDC ગ્રાઉન્ડ પર સભા બાદ પાટીદારો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો તે રહસ્ય 10 વર્ષે પણ અકબંધ છે. ખુદ મુખ્યમંત્રી અને આનંદીબેન પટેલ પણ આ ઘટનાથી અજાણ હતા. પોલીસ દ્વારા નિર્દોષ પાટીદારો અને તેમના ઘરો પર પણ અત્યાચાર ગુજારાયો હતો. આ ઘટનાઓએ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો લાવી દીધો છે.
પાટીદારો પર ગોળીબારનો આદેશ કોનો? નીતિન પટેલનો સવાલ
મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 'દાઉદે BOMB રાખ્યો છે'
મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલને રવિવારે રાત્રે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલને ફોન કરીને જણાવ્યું કે "દાઉદે તાજ હોટેલમાં BOMB રાખ્યો છે." આ માહિતી મળતા જ કોલાબા પોલીસ, ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન ટીમ અને BDDS તાત્કાલિક હોટેલ પહોંચી ગયા. હોટેલની અનેક જગ્યાએ ઈમરજન્સી ચેકિંગ હાથ ધરાયું, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે કોલ તુર્ભે વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો, જેની શોધખોળ પોલીસ કરી રહી છે. આ ઘટના બાદ તાજ હોટેલની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે.
મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 'દાઉદે BOMB રાખ્યો છે'
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે?
ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડતાં ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, હાલ ચોમાસું નબળા તબક્કામાં છે, તેથી આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. જોકે, 15-16 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ શકે છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં અથવા ચોમાસાની ટ્રફ દક્ષિણ તરફ ખસતાં વરસાદની ગતિવિધિ તેજ બની શકે છે. ખેડૂતોએ સ્થાનિક આગાહી પર ધ્યાન રાખી કૃષિ વિભાગની સલાહ લેવી. શહેરીજનોએ પણ તકેદારી રાખવી.
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે?
રામ મંદિર દાન ચોરી: અંદાજ કરતાં મોટી હતી માસ્ટરમાઈન્ડની 'ખેલ' યોજના
રામ મંદિરમાં દાન ચોરીના આક્ષેપો અપેક્ષા કરતાં ઘણા વધુ ગંભીર હોઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ, આ ચોરીનો માસ્ટરમાઈન્ડ અનુકલ્પ મિશ્રા હોવાનું મનાય છે, જેણે રામ મંદિરની વ્યવસ્થામાં પ્રવેશ્યા બાદ તરત જ આ પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. તેણે પોતાના સાથીઓ, જેમ કે અવિનાશ, લવકુશ મિશ્રા, રમાશંકર મિશ્રા અને કરુણેશ પાંડેને પણ આ 'કેશ મેનેજમેન્ટ' કાર્યમાં સામેલ કર્યા હતા. SBI દ્વારા હાયર કરાયેલી પ્રાઇવેટ એજન્સી સાથે જોડાવાની તક મળતા તેણે આ પ્રવૃત્તિઓને વધુ વેગ આપ્યો.