માંજલપુર પોલીસ સ્ટેશન પાસે ફૂટપાથ પર બેઠેલા મિત્રોને ટેમ્પોએ ટક્કર મારી
માંજલપુર પોલીસ સ્ટેશન પાસે ફૂટપાથ પર બેઠેલા મિત્રોને ટેમ્પોએ ટક્કર મારી
Published on: 23rd September, 2026

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનની સામે, ઝૂંપડામાં રહેતા શ્રમજીવી દિલીપભાઇ નરસિંગભાઇ ડામોર તેમના મિત્ર પુનીયા ભાઇ સાથે ૨૦મી રાત્રે ફૂટપાથ પર બેઠા હતા. તે સમયે એક થ્રી વ્હીલ ટેમ્પો પૂરઝડપે આવીને તેમને ટક્કર મારીને ભાગી ગયો હતો. આ ઘટનામાં દિલીપભાઇને પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે પુનીયા ભાઇને માથાની પાછળ અને ડાબા પગમાં ઇજા પહોંચી હતી. માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.