રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ટેન્ડર ગોલમાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ટેન્ડર ગોલમાલ
Published on: 14th October, 2026

રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ટેન્ડરમાં ગોલમાલની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી. આરટીઆઈ કાર્યકરોએ આરોપો કર્યા છે કે ઊંચા ભાવવાળી બિડ સ્વીકારવાથી દર્દીઓ પર નાણાકીય બોજ વધી રહ્યો છે. ચાર મહિના બાદ પણ તપાસ રિપોર્ટ ન આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે, જેના પગલે હવે વિજિલન્સ કમિશન અને લોકાયુક્તમાં રજૂઆત કરવામાં આવશે.