સાયલા ગ્રામ્યમાં કેસ પાછો ખેંચવા દબાણ કરી શ્રામીક પર જીવલેણ હુમલો
સાયલા ગ્રામ્યમાં કેસ પાછો ખેંચવા દબાણ કરી શ્રામીક પર જીવલેણ હુમલો
Published on: 12th July, 2026

સાયલાના ચોરવીરા ગામે એક શ્રામીક પર જૂના કેસમાં સમાધાન કરવા અને કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપી લોખંડની ફરસી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શ્રામીકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલાખોરોએ શ્રામીકની રૂપિયા 30-35 હજારની લૂંટ પણ ચલાવી હતી. આ અંગે કુલ 4 શખ્સો સામે ખુનની કોશિષની ફરિયાદ નોંધાઈ છે.