સુરતમાં ધો. 11 પાસ યુવકે યુટ્યુબ પરથી શીખી APK ફાઈલ બનાવી સાયબર ઠગોને વેચી
સુરતમાં ધો. 11 પાસ યુવકે યુટ્યુબ પરથી શીખી APK ફાઈલ બનાવી સાયબર ઠગોને વેચી
Published on: 21st July, 2026

સુરતમાં વૃદ્ધ વેપારી સાથે થયેલી ₹5 લાખની સાયબર ઠગાઈ કેસમાં ઝડપાયેલા ઉત્તર પ્રદેશના 18 વર્ષીય યુવકે 121 નકલી APK ફાઈલો બનાવી સાયબર ગેંગને વેચી હોવાનું સામે આવ્યું છે. આ ફાઈલો 21 હજારથી વધુ મોબાઈલમાં ઇન્સ્ટોલ થતાં હજારો લોકો સાથે કરોડોની ઠગાઈ થઈ હતી. આરોપી બેન્ક અને અન્ય સંસ્થાઓના નામે ભ્રામક એપ બનાવી AI અને યુટ્યુબની મદદથી સાયબર ગુનાઓને અંજામ આપતો હતો. પોલીસે તેના મોબાઈલ અને લેપટોપ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.