AI વિડિયો કેસમાં AAP ઉમેદવારની તબિયત લથડી.
AI વિડિયો કેસમાં AAP ઉમેદવારની તબિયત લથડી.
Published on: 06th April, 2026

સુરત મ્યુનિસિપલ ચૂંટણી ટાણે, વોર્ડ 26ના AAP ઉમેદવાર શ્રવણ જોશીની AI વિડિયો કેસમાં પોલીસ પૂછપરછ દરમિયાન તબિયત લથડી. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 3 કલાકની પૂછપરછ પછી તેઓ બેભાન થઈ ગયા, તાત્કાલિક 108 બોલાવાઈ. પૂર્વ કોર્પોરેટરની ફરિયાદ બાદ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. વકીલના જણાવ્યા પ્રમાણે માનસિક ત્રાસના કારણે તેમની તબિયત બગડી. ભૂતકાળમાં તેમની પર ખંડણીના બે કેસ નોંધાયેલા છે અને PASAનો ઓર્ડર પણ થયો હતો.