ગોંડલમાં ક્રેડિટ કાર્ડ ઓટો-પે ઠગાઈ
ગોંડલમાં ક્રેડિટ કાર્ડ ઓટો-પે ઠગાઈ
Published on: 14th October, 2026

ગોંડલ શહેરમાં બે વેપારીઓ સાથે સાયબર છેતરપિંડીના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા છે, જેમાં કુલ રૂા. 2.99 લાખની ઠગાઈ થઈ છે. એક કિસ્સામાં, હેલ્થ ઈન્યોરન્સ ઓટો-પે બંધ કરવાના નામે એક યુવકના ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 1.99 લાખ ઓનલાઈન ઉપાડી લેવાયા. બીજા કિસ્સામાં, એક વેપારીના મોબાઈલમાંથી રૂા. 99,000 અને રૂા. 1,000ના ગિફ્ટ કાર્ડની ઠગાઈ થઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.