જામનગરના લાલપુરમાં PGVCLના નિવૃત્ત કર્મચારીની ઘરમાં જ ઘાતકી હત્યા
જામનગરના લાલપુરમાં PGVCLના નિવૃત્ત કર્મચારીની ઘરમાં જ ઘાતકી હત્યા
Published on: 14th October, 2026

જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના ૬૬ વર્ષીય નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ વાછાણીની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી. મૃતકના માથા પર પાંચ ઇજાના નિશાન મળ્યા છે. ઘરની ચીજવસ્તુઓ વેરવિખેર મળી આવતાં પોલીસે લૂંટના ઇરાદે હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે. પોલીસે ઘરમાં કામ કરતી એક યુવતી અને તેના સંપર્કમાં રહેલા યુવકની શોધખોળ શરૂ કરી છે.