ભાડે લીધેલી થાર ડુપ્લીકેટ ચાવી અને GPS થી ચોરી
ભાડે લીધેલી થાર ડુપ્લીકેટ ચાવી અને GPS થી ચોરી
Published on: 23rd September, 2026

રાજકોટ ક્રાઇમ બ્રાંચે કાલાવડ રોડ પરથી એકાદ વર્ષ પહેલા ચોરી થયેલી થાર સાથે બે આરોપીઓ જયેશગીરી ગોસ્વામી અને ભાર્ગવ જોશીને ઝડપી લીધા છે. તપાસમાં ખુલાસો થયો કે, આરોપીઓએ એક માસ અગાઉ થાર સેલ્ફમાં ભાડે લીધી હતી. તે સમયે ડુપ્લીકેટ ચાવી બનાવી તેમાં GPS ફીટ કર્યું હતું. થોડા દિવસો બાદ GPS લોકેશન પરથી ડુપ્લીકેટ ચાવી વડે થાર ચોરી લીધી. ત્યારબાદ મોજશોખ કર્યો અને અન્યને ભાડે પણ આપી. આખરે બાતમીના આધારે રેસકોર્સ ગ્રાઉન્ડ પાસેથી થાર કબજે કરી.