સિંહને ગેરકાયદેસર રીતે બતાવવાની માંગ,
સિંહને ગેરકાયદેસર રીતે બતાવવાની માંગ,
Published on: 05th October, 2026

અમરેલીના દહીડા ગામની સીમમાંથી રેસ્ક્યુ કરાયેલા બે સિંહણને આંબરડી કેર સેન્ટર લઈ જવાઈ રહ્યા હતા. તે દરમિયાન ધારીના ચલાલા ગોપાલગ્રામ રોડ પર GJ-06-PC-7192 નંબરની ફોર્ચ્યુનર કાર લઈને આવેલા બે શખ્સોએ ફોરેસ્ટરને ગેરકાયદેસર રીતે સિંહ બતાવવા દબાણ કર્યું. ઇનકાર કરતાં ઉગ્ર બની ગાળો ભાંડવા લાગ્યા અને મારી નાખવાની ધમકી આપી. કાર રિવર્સ લેતી વખતે ફોરેસ્ટરના હાથ પર ઇજા પહોંચાડી. ઝર ગામના તોસીફ લલીયાએ પણ ફોન પર ધમકી આપી.