રામ મંદિર દાન ચોરી: SIT ની તપાસમાં 60 કિલો ચાંદી, હાર, પાદુકા ગાયબ
રામ મંદિર દાન ચોરી: SIT ની તપાસમાં 60 કિલો ચાંદી, હાર, પાદુકા ગાયબ
Published on: 20th June, 2026

અયોધ્યા રામ મંદિરના દાનમાં આવેલી અબજો રૂપિયાની કિંમતી વસ્તુઓના રેકોર્ડ ન મળતા SIT ની તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. રામ મંદિરના પાયામાં રાખવા માટે 60 કિલો ચાંદીની ઈંટો, દ્વાદશ જ્યોતિર્લિંગ અંકિત 3 કિલોનો ચાંદીનો હાર અને 1 કિલોની ચાંદીની ચરણ પાદુકા જેવી કિંમતી વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ દાગીનાને પીગાળીને વાસણો બનાવવા માટે બેંગલુરુ કે પશ્ચિમ બંગાળ મોકલી દેવાયા હતા, પરંતુ તેનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. SIT હવે આ મામલે બેદરકારી કે મોટા સંગઠિત નેટવર્કની તપાસ કરી રહી છે.