સરકારી શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું
સરકારી શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું
Published on: 02nd October, 2026

રાજકોટમાં 'મધર ટેરેસા સ્કૂલ નંબર 88'ના ગણિત શિક્ષક મોહિત ટાંક પર ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર આરોપ છે. શિક્ષકે સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ આપી અને બુક ભૂલી ગયાનું બહાનું કાઢી સગીરાને પોતાના ફ્લેટ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આઠ મહિના બાદ, જ્યારે દીકરી ગુમસુમ રહેવા લાગી, ત્યારે માતાને આપવીતી કહેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. પોલીસે મોહિત ટાંક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.