વડોદરાના રમણગામડીમાં ચાલીસા ફુડ્સ પર દરોડો
વડોદરાના રમણગામડીમાં ચાલીસા ફુડ્સ પર દરોડો
Published on: 30th August, 2026

વડોદરા જિલ્લામાં ફૂડ ઇન્સ્પેક્ટરોએ ૧૮૬ ફૂડ બિઝનેસ પેઢીઓની તપાસ કરી, ૧૯૧ ફૂડ ટેસ્ટ કર્યા અને ૧૦ નમૂના લીધા. નિયમોનું પાલન ન કરતી ૯ વેપારીઓને નોટિસ અપાઈ, જ્યારે કેટલીક પેઢીઓ બંધ કરાઈ. કરનાળી મેળામાં ૩૮ સ્ટોલ તપાસ્યા. રમણગામડીના ચાલીસા ફુડ્સમાંથી ₹૨.૩૩ લાખનું રાધા માધવ ગાયનું ઘી જપ્ત થયું. અયોગ્ય રીતે સંગ્રહિત અને અનહાઇજેનિક ૩૦૫ કિ.ગ્રા. ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો.