ST બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનચાલકોનો જમેલો.
ST બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનચાલકોનો જમેલો.
Published on: 01st May, 2026

સિહોર ST બસ સ્ટેન્ડ અને તેની આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારમાં ખાનગી વાહનોનો જમેલો રહેતા મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં જ ખાનગી ઈકો, રીક્ષા અને મીની બસો બેરોકટોક પેસેન્જરો ભરતા હોવાથી અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. હાઈવે પર અડચણરૂપ ઉભા રહેતા આ વાહનોને કારણે તંત્રની મિલીભગત હોવાની આશંકા સાથે જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેરકાયદે વાહન પાર્કિંગને લીધે સિહોરના મુખ્ય ચોક અને પુલ પાસે અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ છે.