ભુજમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ભુજમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Published on: 13th October, 2026

સોમવારે ભુજમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાના ધરણા કાર્યક્રમ દરમિયાન રાજકીય તણાવ વકર્યો હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસની રેલીના રૂટ અને આગમનને લઈને બંને પક્ષોના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. ન્યૂ સ્ટેશન રોડ પર વાતચીત અને સૂત્રોચ્ચારથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર ઘર્ષણ અને લાકડીઓ ઉગામાયા સુધી પહોંચ્યો હતો, જેને પોલીસે માંડ માંડ કાબુમાં લીધો હતો.