અમદાવાદ: નારોલ રોડ પર ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી 10 વર્ષની બાળકી, 72 કલાકથી શોધખોળ ચાલુ
અમદાવાદ: નારોલ રોડ પર ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી 10 વર્ષની બાળકી, 72 કલાકથી શોધખોળ ચાલુ
Published on: 13th October, 2026

અમદાવાદના નારોલ રોડ પર પીરાણા નજીક શનિવારે બપોરે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં પડી ગઈ હતી. ત્રણ દિવસ વીતી જવા છતાં બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર વિભાગની ટીમો 72 કલાકથી સતત શોધખોળ કરી રહી છે, પરંતુ ડ્રેનેજમાં જમા થયેલા કચરાને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બાળકીના પરિવારજનોએ મૃતદેહ શોધી આપવાની અપીલ કરી છે.