NEET પેપર લીક: ભાજપ નેતા પર કોંગ્રેસના પ્રહાર.
NEET પેપર લીક: ભાજપ નેતા પર કોંગ્રેસના પ્રહાર.
Published on: 13th May, 2026

રાજસ્થાનમાં NEET પેપર લીક મામલે ધરપકડ કરાયેલા આરોપી દિનેશ બિંવાલને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કૌભાંડનો મુખ્ય આરોપી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ પુરાવાઓ સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા પર દિનેશ બિંવાલના કેટલાક પોસ્ટર અને તસવીરો શેર કરી છે, જેમાં તે ભાજપના નેતાઓ અને પક્ષના ઝંડા સાથે જોવા મળે છે. ટીકારામ જુલી દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં દિનેશ બિંવાલને 'ભાજપ યુવા મોરચા (BJYM), જયપુર જિલ્લા દેહાતનો જિલ્લા મંત્રી' દર્શાવવામાં આવ્યો છે.