ખેડા એલસીબીએ ઠાસરામાંથી એક હજાર કિલો સળિયા ચોરનાર ત્રિપુટીને ઝડપી પાડી
ખેડા એલસીબીએ ઠાસરામાંથી એક હજાર કિલો સળિયા ચોરનાર ત્રિપુટીને ઝડપી પાડી
Published on: 12th July, 2026

ખેડા એલસીબીએ ઠાસરા પંથકમાંથી 1060 કિલોના લોખંડના સળિયા સાથે એક ત્રિપુટીને ઝડપી પાડી છે. આ સળિયા ઠાસરા આઈટીઆઈ પાસેથી ચોરાયા હતા, જે પ્રોટેક્શન દિવાલ અને આરસીસી કામ માટે રાખવામાં આવ્યા હતા. સાઈટ એન્જીનીયર અંકિતભાઈ પટેલને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ટ્રેક્ટર ચાલક અને અન્ય બે ઈસમોને ઝડપી લીધા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત કરી હતી.