રેલવે સ્ટેશન પાસેથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧૦૦ થી વધુ રિક્ષાઓ ડિટેન.
રેલવે સ્ટેશન પાસેથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧૦૦ થી વધુ રિક્ષાઓ ડિટેન.
Published on: 07th October, 2026

વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક પોલીસે આયોજિત ડ્રાઇવ દરમિયાન ૧૦૦ થી વધુ રિક્ષાઓ ડિટેન કરી છે. આ વાહનોને ટ્રાફિક નિયમોના ભંગ, ખાસ કરીને નો-પાર્કિંગમાં પાર્કિંગ કરવા બદલ અને અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રિક્ષા ચાલકોમાં આ કાર્યવાહીને લઈને નારાજગી જોવા મળી રહી છે. એક રિક્ષા ચાલક આગેવાને જણાવ્યું કે શહેરમાં રિક્ષાઓની વધુ સંખ્યા ટ્રાફિક સમસ્યાનું એક મુખ્ય કારણ છે, જેના પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.