વડોદરાના પાંચ પોલીસ સ્ટેશનના ૩૧.૮૭ લાખના દારૃનો સફળતાપૂર્વક નાશ કરાયો
વડોદરાના પાંચ પોલીસ સ્ટેશનના ૩૧.૮૭ લાખના દારૃનો સફળતાપૂર્વક નાશ કરાયો
Published on: 30th August, 2026

વડોદરા શહેરમાં પાંચ પોલીસ સ્ટેશન હેઠળ છેલ્લા દોઢ વર્ષમાં ઝડપાયેલા વિદેશી દારૃના જંગી જથ્થાનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. DCP Zone - 2 વિસ્તારના અટલાદરા, રાવપુરા, નવાપુરા, J.P. Road અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫ થી જુલાઇ ૨૦૨૬ દરમિયાન જુદા જુદા કેસોમાં કબજે કરાયેલ આ દારૃના નાશ માટે કોર્ટની મંજૂરી મેળવી લેવાઈ હતી. આજે કોયલી ખાતે ખુલ્લી જગ્યામાં JCB મશીન વડે ૩૧.૮૭ લાખ રૂપિયાની કિંમતની દારૃની ૧૩,૭૦૯ બોટલોનો નાશ કરાયો છે. આ દરમિયાન નાયબ પોલીસ કમિશનર, નાયબ કલેક્ટર, અને નશાબંધી અધિકારીઓ હાજર રહ્યા હતા.