મહેસાણા ખેરાલુની તપોવન સ્કૂલમાં પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી
મહેસાણા ખેરાલુની તપોવન સ્કૂલમાં પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી
Published on: 29th May, 2026

મહેસાણા ખેરાલુની તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં હિસાબ અને જગ્યાના ગેરકાયદેસર ટ્રાન્સફર મામલે પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. સ્કૂલના ભાગીદાર અને ટ્રસ્ટી સહિત ચાર શખ્સો સામે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નિવૃત ડાહ્યાભાઈ પટેલ અને તેમના પુત્ર જગદીશ સ્કૂલનો હિસાબ માંગવા અને ગેરકાયદે ટ્રાન્સફર રોકવા પહોંચ્યા ત્યારે ઉમંગ દેસાઈ, પ્રવીણ દેસાઈ, અશ્વિન દેસાઈ અને મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે અપશબ્દો કહ્યા અને ધમકી આપી કે "જો હવે સ્કૂલમાં આવશો તો જાનથી મારી નાખીશું." આ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.