જૂનાગઢના વંથલી-માણાવદર હાઇવે પર બંટીયા ફાટક પાસે બે બાઈકની ટક્કરમાં એકનું મોત
જૂનાગઢના વંથલી-માણાવદર હાઇવે પર બંટીયા ફાટક પાસે બે બાઈકની ટક્કરમાં એકનું મોત
Published on: 28th July, 2026

જૂનાગઢ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. વંથલી-માણાવદર હાઇવે પર બંટીયા ફાટક નજીક આજે બે બાઇક વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અકસ્માતના કારણે થોડો સમય ટ્રાફિક જામ થયો હતો.