વીમા વગરના વાહનો સામે RTO અને ટ્રાફિક પોલીસનું મૌન કેમ ?
વીમા વગરના વાહનો સામે RTO અને ટ્રાફિક પોલીસનું મૌન કેમ ?
Published on: 14th October, 2026

ગોધરા નગરપાલિકાના કુલ 43 વાહનો પૈકી 37માંથી 23 વાહનોની વીમા પોલિસીની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આમાં ચીફ ઓફિસર અને પ્રમુખની કાર તેમજ સેનેટરી, ગટર અને ફાયર જેવા વિભાગોના વાહનોનો સમાવેશ થાય છે. વીમા પ્રીમિયમ ભરવા નાણાં ન હોવાની બેદરકારીથી કર્મચારીઓ અને નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં પ્રશ્નો સર્જાયા છે.