હરિયાણામાં જિમ ટ્રેનરની ધોળા દિવસે ગોળી મારી હત્યા, CCTVમાં કેદ ઘટના.
હરિયાણામાં જિમ ટ્રેનરની ધોળા દિવસે ગોળી મારી હત્યા, CCTVમાં કેદ ઘટના.
Published on: 11th June, 2026

હરિયાણાના હિસાર શહેરમાં એક જિમ ટ્રેનર, કપિલ, ની ધોળા દિવસે જિમ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી. બે બદમાશો બાઈક પર આવીને ફાયરિંગ કરતા CCTVમાં કેદ થયા છે. આ ઘટનામાં એક યુવતી, શિખા, પણ ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. મૃતક કપિલે થોડા દિવસો પહેલા અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોરોને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળ પરથી 10 રાઉન્ડના ખાલી કારતૂસ મળી આવ્યા છે.