ગોધરા સબ જેલમાં જેલ સિપાહી પર કેદીઓનો હુમલો
ગોધરા સબ જેલમાં જેલ સિપાહી પર કેદીઓનો હુમલો
Published on: 25th July, 2026

ગોધરા સબ જેલમાં ફરજ પરના જેલ સિપાહી પર કેદીઓ દ્વારા ગાળાગાળી, ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરવાનો ગંભીર બનાવ બન્યો છે. આ ઘટના અંગે ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ કેદીઓ જુનેદ સુલેમાન ભાગલીયા, ઉમર ફરુક અબ્દુલ ગની બદામ અને ઇમરાન મોહમદ હનીફ્ જર્દાને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટના સમયે સિપાહી અરબાઝખાન ઝાકીર હુસેન પઠાણ ફરજ પર હતા, ત્યારે સારવાર અંગે રજૂઆત કરવા આવેલા જુનેદ સુલેમાન ભાગલીયાએ ઉશ્કેરાઈને તેમના સાથીઓ સાથે મળી હુમલો કર્યો હતો.