Menu
ગોધરામાં કૌટુંબિક વિવાદને લઈને ચાર લોકો પર હિંસક હુમલો
ગોધરામાં કૌટુંબિક વિવાદને લઈને ચાર લોકો પર હિંસક હુમલો
Published on: 09th June, 2025

ગોધરા તાલુકાના જૂની ધરી આંટા ફળિયામાં કૌટુંબિક વિવાદના પગલે આજે સવારે 6:30 વાગ્યે ઉષાબેનના પતિ કાંતિભાઈ પર ચાર શખ્સોએ તેમના પગના નળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતાં હુમલો કર્યો. પહેલા તેમને કાકણપુર સરકારી દવાખાને અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્ટપીલ લઈ જવાયા. આરોપીઓમાં મેનકાબેન જગદીશભાઈ માછી, જગદીશભાઈ રામાભાઈ માછી, નરેશભાઈ જગદીશભાઈ માછી અને મહેશભાઈ જગદીશભાઈ માછી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. ઉષાબેને કાકણપુર પોલીસે ફરિયાદ કરી છે.