અકોટા ગાર્ડન પાસે કારમાં ગાંજાની ડિલિવરી આપવા આવેલા ડ્રગ્સ પેડલરને પોલીસે ઝડપ્યો
અકોટા ગાર્ડન પાસે કારમાં ગાંજાની ડિલિવરી આપવા આવેલા ડ્રગ્સ પેડલરને પોલીસે ઝડપ્યો
Published on: 06th August, 2026

વડોદરા પોલીસે ડ્રગ્સ સામે કડક કાર્યવાહી કરતાં અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આવેલા એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. પોલીસે વોચ ગોઠવી ત્યારે બલેનો કારમાં આવેલા શકમંદ યુવક પાસેથી રૂ. 3.78 લાખનો 108 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા યુવકનું નામ ઋષભ સુનિલભાઈ શાહ છે. પોલીસે તેની કાર અને મોબાઈલ મળી રૂ. 9 લાખ ઉપરાંતની મતા કબજે કરી, ગાંજાના સ્ત્રોત અને તેના પ્રાપ્તકર્તા વિશે તપાસ શરૂ કરી છે.