જામનગરના ફલ્લા ગામ નજીક શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું કરુણ મોત.
જામનગરના ફલ્લા ગામ નજીક શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું કરુણ મોત.
Published on: 09th April, 2026

જામનગર-રાજકોટ હાઇ-વે પર ફલ્લા ગામની ગોળાઈ પાસે શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું. નરેશભાઈ ચુડાસમા (રહે.ત્રાંબક, ભાવનગર) પોતાના વાહનમાં શાકભાજી ભરીને જતા હતા ત્યારે આ દુર્ઘટના બની. આ ઉપરાંત, નાની નાગાજરમાં ટ્રેક્ટર તળે આવી જતાં એક બાળકનું અને જામનગરમાં કારની ટક્કરે એક પ્રૌઢનું તેમજ ટીંબડી પાટિયા નજીક ટ્રેઇલર હડફેટે આધેડનું મોત થયું હતું.