કરાર આધારિત ભરતીના ખોટા મેસેજ વાઇરલ થતાં સાયબર ક્રાઇમને તપાસ સોંપાઈ
કરાર આધારિત ભરતીના ખોટા મેસેજ વાઇરલ થતાં સાયબર ક્રાઇમને તપાસ સોંપાઈ
Published on: 14th October, 2026

બનાસકાંઠા જિલ્લામાં કરાર આધારિત ભરતીના ખોટા મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નોકરીવાંચ્છુ ઉમેદવારો ગેરમાર્ગે દોરાયા હતા. જિલ્લા બાળ સુરક્ષા એકમે આ જાહેરાતને ભ્રામક ગણાવી સાયબર ક્રાઇમ વિભાગને પત્ર લખી તપાસની માંગ કરી છે. 'mehul_cyber_cafe' નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલ આ મેસેજ બાદમાં ડિલીટ કરી દેવાયો હતો. કચેરી બહાર પણ ખોટી માહિતી હોવાનું બોર્ડ લગાવી ઉમેદવારોને સાવચેત કરાયા છે.