મરાલામાં દંપતી પર હુમલો, મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટ - પોલીસ તપાસ ચાલુ.
મરાલામાં દંપતી પર હુમલો, મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટ - પોલીસ તપાસ ચાલુ.
Published on: 04th February, 2026

માતર તાલુકાના મરાલા ગામે ખેતરમાં છાપરું બનાવી રહેતા શ્રમિક પરિવાર પર બે અજાણ્યા શખ્સોએ મધરાત્રે હુમલો કર્યો. લૂંટારુઓએ મહિલાના પગમાંથી અંદાજે રૂ. ૧૧,૦૦૦ની કિંમતનું ચાંદીનું કડલું લૂંટી લીધું અને ફરાર થઇ ગયા. મહિલાએ બૂમાબૂમ કરતા લૂંટારુઓએ તેમના મોઢા પર માટીનું ઢેફું મારી ઈજા પહોંચાડી, અને પતિને પણ માર માર્યો. લીંબાસી પોલીસે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.