ફાયરિંગ કેસમાં ફરાર પૂર્વ MLAના પૌત્રને પકડવા રીબડામાં સઘન કોમ્બિંગ ઓપરેશન.
ફાયરિંગ કેસમાં ફરાર પૂર્વ MLAના પૌત્રને પકડવા રીબડામાં સઘન કોમ્બિંગ ઓપરેશન.
Published on: 07th October, 2026

ગોંડલના સડક પીપળીયા ગામે પરિવાર પર હુમલો અને ફાયરિંગની ઘટના બાદ રૂરલ પોલીસ એક્શનમાં આવી છે. મોડી રાત્રે રીબડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. LCB, SOG અને ગોંડલ ડિવિઝનના ૭૦થી વધુ પોલીસ જવાનો દ્વારા દરોડા અને ચેકીંગ હાથ ધરાયું. પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર ધુ્રવરાજસિંહ જાડેજા દ્વારા ફાયરિંગ કરાયું હતું. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી ધુ્રવરાજસિંહ ફરાર છે. જ્યાં સુધી આરોપી પકડાય નહીં ત્યાં સુધી દરોડા ચાલુ રહેશે.