બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા!
બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા!
Published on: 23rd June, 2026

વડોદરાના ન્યુ VIP રોડ ખોડિયારનગર પાસે અર્થ આઇકોનમાં રહેતા એજન્ટ ભાઇઓએ વિદેશમાં નોકરી અપાવવાના બહાને બે નર્સ ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આણંદ જિલ્લાના નાપા ગામે રહેતા નીકિતાબેન અને તેમની બહેનપણી સિમરનને વિદેશમાં નર્સ તરીકે નોકરી અપાવવાનું કહી જશવંત ચૌધરી તથા તેના ભાઇ દુષ્યંત ચૌધરીએ ૧૦.૬૦ લાખ પડાવી લીધા હતા.