બેટ દ્વારકા મંદિરમાં એક્ઝિટ ગેટથી પ્રવેશ રોકતાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો
બેટ દ્વારકા મંદિરમાં એક્ઝિટ ગેટથી પ્રવેશ રોકતાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો
Published on: 14th October, 2026

સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શન વ્યવસ્થાને લઈને વિવાદ સર્જાયો છે. મહેન્દ્રસિંહ પરમાર સહિત પાંચ શખ્સો એક્ઝિટ ગેટથી ગેરકાયદેસર પ્રવેશ કરતા સિક્યુરિટી ગાર્ડ બીરેન્દ્રકુમારે તેમને રોક્યા હતા. આથી ઉશ્કેરાઈને પાંચેય શખ્સોએ ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી, ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. સુપરવાઈઝરની ફરિયાદ બાદ પોલીસે પાંચેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.