સમાધાન માટે બોલાવી ધો.૧૧ ના વિદ્યાર્થી પર ચાકુ અને પટ્ટા વડે જીવલેણ હુમલો
સમાધાન માટે બોલાવી ધો.૧૧ ના વિદ્યાર્થી પર ચાકુ અને પટ્ટા વડે જીવલેણ હુમલો
Published on: 05th October, 2026

વડોદરાના ગોરવા વિસ્તારમાં ધો.૧૧ માં અભ્યાસ કરતા એક ૧૬ વર્ષીય વિદ્યાર્થી પર એક વર્ષ જૂની અદાવત રાખી ત્રણ સગીર હુમલાખોરો દ્વારા સમાધાનના બહાને બોલાવી ચાકુ અને પટ્ટા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં વિદ્યાર્થીને માથામાં ચાકુ વડે ઈજા પહોંચી હતી. આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.