ફિલ્મોથી પ્રેરાઈને થયેલ ભયાનક હત્યાનો માસ્ટરપ્લાન
ફિલ્મોથી પ્રેરાઈને થયેલ ભયાનક હત્યાનો માસ્ટરપ્લાન
Published on: 22nd July, 2026

વર્ષ 2010માં રાજસ્થાનના અલવરમાં કમલ સિંગલા નામનો યુવાન શકુંતલા નામની યુવતીના પ્રેમમાં પડ્યો. તેમની જાતિ-જ્ઞાતિ જુદી હોવાથી શકુંતલાના લગ્ન રવિ નામના યુવાન સાથે નક્કી થયા. દુઃખી કમલે 'હમરાઝ' અને 'હેલન ઓફ ટ્રોય' જેવી ફિલ્મો જોઈને રવિની હત્યાનો ભયાનક પ્લાન બનાવ્યો. તેણે શકુંતલાને લગ્ન બાદ રવિ સાથે શારીરિક સંબંધ ન રાખવાની શરત પર યોજના સમજાવી. કમલે તેના ડ્રાઈવર ગણેશની મદદ લીધી. 8મી ફેબ્રુઆરી, 2011ના રોજ શકુંતલાના લગ્ન રવિ સાથે થયા. 22મી માર્ચે, કમલ અને ગણેશ શંકાસ્પદ રીતે રવિને મળ્યા, તેને બેહોશ કર્યો અને તેની હત્યા કરી, ત્યારબાદ અલવરમાં લાશ દફનાવી દીધી.