અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર MD ડ્રગ્સ સાથે 48 વર્ષીય શખસ ઝડપાયો
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર MD ડ્રગ્સ સાથે 48 વર્ષીય શખસ ઝડપાયો
Published on: 24th September, 2026

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એસ.પી. રિંગ રોડ પરથી મેફેડ્રોન (MD) ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા 48 વર્ષીય યુવકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી 10 ગ્રામ 265 મિલીગ્રામ MD ડ્રગ્સ, કાર, મોબાઈલ અને રોકડ સહિત કુલ 2.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે પાનમસાલામાં ભેળવી વેચાણ માટે રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સ લાવ્યો હતો. પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.