ગુજરાત કોલેજમાં ABVP કાર્યકરોનો વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
ગુજરાત કોલેજમાં ABVP કાર્યકરોનો વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Published on: 06th August, 2026

ગુજરાત કોલેજ કેમ્પસમાં જૂની અદાવત રાખીને ABVPના કાર્યકરોએ B.Sc. ના વિદ્યાર્થી ધ્રુવરાજસિંહ સોલંકી પર જીવલેણ હુમલો કર્યો. 5-7 શખ્સોના ટોળાએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો, જેમાં તેનું માથું દીવાલ સાથે ભટકાતાં ગંભીર ઈજા થઈ અને લોહી નીકળ્યું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને 3 ટાંકા આવ્યા હતા. પોલીસે પ્રિન્સ દેસાઈ સહિત હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણના ધામમાં આવી ગુંડાગર્દી ચિંતાજનક છે.