ડીઝલ પંપ મંજૂરીના નામે પોરબંદરના યુવાન સાથે ૬૪ લાખની ઠગાઈ
ડીઝલ પંપ મંજૂરીના નામે પોરબંદરના યુવાન સાથે ૬૪ લાખની ઠગાઈ
Published on: 27th August, 2026

પોરબંદરના એક યુવાનને ડીઝલ પંપ પાસ કરાવવા ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું કહી અમદાવાદના શખ્સે ૬૪ લાખ પડાવી લીધા. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન અલગ અલગ સમયે આ રકમ લેવાઈ હતી. જ્યારે ડીઝલ પંપની મંજૂરી ન મળી અને પૈસા પણ પરત ન મળ્યા ત્યારે યુવાનને છેતરપિંડીનો અહેસાસ થયો. આરોપીએ મોબાઇલ પણ બંધ કરી દીધો હતો. આખરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ પોરબંદર હાર્બર મરીન પોલીસ મથકમાં ૬૪ લાખની ઠગાઈનો ગુનો નોંધાયો છે.