ભાગીદારો વચ્ચે મતભેદ, દંપતી સાથે ૧.૩૯ કરોડની ઠગાઈ
ભાગીદારો વચ્ચે મતભેદ, દંપતી સાથે ૧.૩૯ કરોડની ઠગાઈ
Published on: 23rd September, 2026

જેતલપુર વિસ્તારમાં કાર્યરત એક ભાગીદારી પેઢીમાં ગેરરીતિ આચરી એક દંપતી સાથે ૧.૩૯ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રિષ્ણાકુમાર શુક્લા, પ્રિયંકા શુક્લા, જયા શુક્લા, જ્યોતિ મિશ્રા, મૃત્યુંજય મિશ્રા, રચના મિશ્રા, રીટા મિશ્રા અને એસ કે એસોસિએટ સહિત કુલ આઠ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી કેતનભાઇ બરવાલિયાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.