વડોદરાના ગોરવામાં ઈદના ડી.જે. ઝઘડાની અદાવતે તલવાર અને ચપ્પુ લઈને ફરી હુમલો
વડોદરાના ગોરવામાં ઈદના ડી.જે. ઝઘડાની અદાવતે તલવાર અને ચપ્પુ લઈને ફરી હુમલો
Published on: 30th August, 2026

ગોરવા કરોડિયારોડ બિસ્મીલ્લા પાર્કમાં ઈદના દિવસે ડી.જે.ના મુદ્દે થયેલી તકરારની અદાવતે ફરી ઝઘડો થયો છે. ગત ૨૬મીએ ગોરખનાથ મંદિર પાસેથી પસાર થતી વખતે બજાણીયાવાસના તાહિર સલીમભાઇ રાણાએ સઇદ અજબસિંહ રાજેને ગાળો બોલી ઝઘડો કર્યો હતો. તેની અદાવતે તાહિરે તલવાર લઈને સઈદને ઊભો રાખી ધમકી આપી. બીજી તરફ, તાહિરે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સઈદે ચપ્પુ લઈને ધમકી આપી હતી.